SabarKantha

સત્ય નો અવાજ

Updated:

સાબરકાંઠામાં ભાવફેર મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે, 

પશુપાલકોની માગ સામે સાબર ડેરીને ઝુકવું પડ્યું છે,

પશુપાલકોની માગ પ્રમાણે સાબર ડેરીએ દૂધનો ભાવ ફેર 990 પ્રમાણે કરી અપવાનો નિર્ણય લીધો છે,

આ વખતે પણ ગત વર્ષ જેટલો જ ભાવ ફેર મળશે,

પશુપાલકોને સાબર ડેરી દ્વારા 30 રૂપિયા ભાવ ફેર પહેલાથી ચૂકવાયેલો છે અને વધુ ત્રીસ રૂપિયા હવે ચૂકવવામાં આવશે,

આ અંગે સાબર ડેરીના ચેરમેન અને પશુપાલકો વચ્ચે બેઠક યોજવામાં આવી હતી,

જે બેઠકમાં આ ભાવફેર આપવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે,

પશુપાલકો અને ચેરમેન વચ્ચેની આ બેઠકમાં મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો અને સાબર ડેરીના વાઈસ ચેરમેન તેમજ સ્થાનિક ડિરેક્ટર હાજર રહ્યા હતા,

દૂધ મંડળીમાં દૂધ શરૂ કરવા સહિત થયેલા કેસ મામલે બેઠકમાં રજૂઆત થઈ હતી,

પશુપાલકો દ્વારા સંવાદ સાથે પારદર્શક વહીવટ કરવા માટે રજૂઆત કરી હતી,

અગાઉ પશુપાલકો અને સાબર ડેરી વચ્ચે ઘર્ષણ ભર્યો માહોલ જોવા મળ્યો હતો.

Share this news

More news