No Weapon Announcement

Maru Mehsana Mehsana

Updated:

મહેસાણા જિલ્લામાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી મહેસાણાશ્રી દ્વારા તા.૨૯ જાન્યુઆરીથી તા.૧૨ ફેબ્રુઆરી સુધી હથિયારબંધી કરતું જાહેરનામુ પ્રસિદ્ધ

પોલીસ અધિક્ષકશ્રી, મહેસાણા કચેરીના પત્રના આધારે અને જિલ્લામાં કાયદો તથા વ્યવસ્થાની પરિસ્થિતિ સુવ્યવસ્થિત જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી મહેસાણા શ્રી જશવંત કે. જેગોડા દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ–૧૯૫૧ ની કલમ–૩૭(૧) હેઠળ મહેસાણા જિલ્લાના તમામ શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં હથિયારબંધી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

આ જાહેરનામા અનુસાર તા.૨૯/૦૧/૨૦૨૬ ના ૦૦:૦૦ કલાકથી તા.૧૨/૦૨/૨૦૨૬ ના ૨૪:૦૦ કલાક સુધી (બન્ને દિવસો સહિત) જિલ્લામાં કોઈપણ ઈસમ દ્વારા શસ્ત્રો, તલવાર, ભાલા, ચપ્પુ, લાકડી જેવા હથિયારો કે ઈજા પહોંચાડી શકાય તેવા સાધનો સાથે ફરવું કે એકત્ર કરવું, વિસ્ફોટક કે જલ્દી સળગી ઊઠે તેવા પદાર્થો રાખવા કે ઉપયોગ કરવો, પથ્થર કે ફેંકી શકાય તેવા સાધનો સાથે ફરવું, ઉશ્કેરણીજનક ભાષણ, નારા, ચિત્રો કે પ્લેકાર્ડો પ્રદર્શિત કરવું તેમજ ધાર્મિક કે સામાજિક લાગણી દુભાય તેવા કૃત્યો કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

જાહેરનામામાં સરકારી ફરજ હેઠળ હથિયાર ધારણ કરનાર કર્મચારીઓ તથા અધિકૃત પરવાનગી ધરાવનાર વ્યક્તિઓને અપવાદરૂપે મુક્તિ આપવામાં આવી છે.

જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ સામે ગુજરાત પોલીસ અધિનિયમ–૧૯૫૧ ની કલમ–૧૩૫(૧) તથા ભારતીય ન્યાય સંહિતા–૨૦૨૩ ની કલમ–૨૨૩ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. આ જાહેરનામાનો અમલ કરાવવા માટે મહેસાણા જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ સબ ઈન્સ્પેક્ટર તથા તેનાથી ઉચ્ચ હોદ્દાના અધિકારીઓને અધિકૃત કરવામાં આવેલ છે.

Share this news

More news