Health checkup camp at district panchayat

સત્ય નો અવાજ મહેસાણા

અપડેટ:

જિલ્લા પંચાયતના તમામ સદસ્યશ્રી તેમજ અધિકારીશ્રીઓ માટે આરોગ્ય તપાસ કેમ્પ યોજાયો

જિલ્લા પંચાયતના દ્વારા તમામ સદસ્યને પ્રાથમિક સારવાર દવાઓની કીટ આપવામાં આવી

ગતરોજ મહેસાણા જીલ્લા પંચાયત ખાતે જન જાગૃતિ અભિયાન અંતર્ગત જિલ્લા પંચાયતના તમામ સદસ્ય અને અધિકારીશ્રીઓના આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જનરલ ફીઝીશિયન, કાન,નાક અને ગળાના નિષ્ણાત, સ્ત્રી રોગ નિષ્ણાત, મનોચિકિત્સક, હૃદય રોગના નિષ્ણાત અને ન્યુરોલોજિસ્ટ નિષ્ણાત હાજર રહ્યા હતા.

આ કેમ્પમાં લાયન્સ હોસ્પિટલ અને તાલુકા આરોગ્ય કચેરીના આરોગ્ય કર્મચારીના સહયોગથી મેડિકલ તપાસ દરમિયાન લાભાર્થીની ડાયાબિટીસ, હાયપરટેન્શન,મોઢાનું, સ્તનનું અને ગર્ભાશયના કેન્સર જેવા રોગોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું તેમજ તપાસ દરમિયાન જરૂરી લોહીની તપાસ અંતર્ગત ૧૬ જેટલા બ્લડ ટેસ્ટ કરવામાં આવ્યા હતાં 

આ સમાચાર શેર કરો

બીજા સમાચાર