અપડેટ:
હિમાચલ પ્રદેશના લોકપ્રિય પર્યટન સ્થળ ધર્મશાલામાં પેરાગ્લાઈડર ક્રેશ થતાં અમદાવાદના 25 વર્ષીય પર્યટક સતિષ રાજેશભાઈનું મૃત્યુ નીપજ્યું,
પોલીસે દુર્ઘટના અંગે જણાવતા કહ્યું કે, ‘આ દુર્ઘટના ટેકઑફ દરમિયાન બની હતી,
જેમાં સતિષ અને પાયલટ સુરજ ઘાયલ થયા હતાં,
સતિષને માથા, મોઢા અને શરીરના અન્ય ભાગો પર ગંભીર ઈજા થઈ હતી,
જે બાદ તેને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.’
નોંધનીય છે કે, અગાઉ જાન્યુઆરીમાં પણ પેરાગ્લાઈડર ક્રેશ થતાં 19 વર્ષીય ભાવસાર ખુશીનું મોત થયું હતું. તે પણ અમદાવાદની જ રહેવાસી હતી.