Vijapur (Mehsana)

સત્ય નો અવાજ Mehsana

Updated:

વિજાપુરમાં નકલી પનીર બનાવતી ફેક્ટરી ઝડપાઈ,

આ ફેક્ટરીમાં પામોલિન તેલમાં પનીર તૈયાર કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે,

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે રેડ કરતાં નકલી પનીરની બનાવટનો પર્દાફાશ થયો છે,

વિભાગ દ્વારા 649 કિ.ગ્રા પનીર અને 238 કિ.ગ્રા પામતેલનો જથ્થો જપ્ત કર્યો છે,

કુલ 1.61 લાખથી વધુનો મુદ્દામાલ સીઝ કરાયો છે,

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની રેડ દરમિયાન જે પનીર જપ્ત કરવામાં આવ્યું છે તેમાં ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડનો એસિટીક એસિડ વપરાતો હોવાની શંકા સેવાઈ રહી છે,

પામોલીન તેલમાં પનીર બનાવતું હોવાનું પ્રથમ દ્રષ્ટિએ સામે આવ્યું છે,

તહેવારોની સિઝનમાં અખાદ્ય પદાર્થોના વેચાણને અટકાવવા માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ડ્રાઈવ ચાલી રહી છે,

આ ડ્રાઈવ દરમિયાન વિજાપુરમાંથી નકલી પનીર બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે.

Share this news

More news